GUJARAT : થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા 200 તેજસ્વી તારલા ઓનો સન્માન સમારોહ

0
57
meetarticle

થરાદ ખાતે તેજસ્વી તારલાઓ નું સન્માન સમારોહ-ર૦રપ થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત SC/ST સમાજના તેજસ્વી તારલાઓ કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામ તેમજ વિવિધ ક્ષેત્રોમા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ એવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન હેતુ સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં સમાજના નવી નિમણૂક પામેલા તેમજ વય નિવૃત્ત થયેલા વડીલો અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાનો-વિદ્યાર્થીઓ ને શીલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો ફોટો આપીને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમ સૌના માટે પ્રેરણાદાયી બની રહયો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો સમાજના યુવાનો અને કાર્યકરો તેમજ મુખ્ય મહેમાન શ્રી કે.એચ.વાઘેલા (મામલતદારશ્રી થરાદ)-આમંત્રિત મહેમાનો
શ્રી ડી.ડી.પંડયા (મામલતદારશ્રી સાંતલપુર)
શ્રી જિમ્મી વાણિયા (માઇનિંગ ઇન્સ્પેક્ટર શ્રી
શ્રી આર.વી.બોચિયા
(નિવૃત મામલતદારશ્રી)
શ્રી વાલાભાઈ પરમાર (બ.કાં.જિ.ઉત્કર્ષ મંડળ પ્રમુખશ્રી)
(ટી.પી.ઈ.ઓશ્રી,વાવ)
મુખ્ય વકતા
ડૉ.સુનીલ જાદવ
(એસોસિએટ પ્રોફેસર શ્રી ડી.કે.કપુરિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,કાલાવડ) જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પિકર) આ કાર્યક્રમના દાતાશ્રી તેમજ સૌજન્ય :સ્વ.કરણાભાઈ અજાભાઈ હડિયલ, થરાદ
હસ્તે.

(૧) શાન્તીભાઈ કે.હડિયલ (પુત્ર)કાજાભાઈ કે.હડિયલ(પુત્ર)
કલ્પેશભાઈ કે.હડિયલ(પુત્ર) ના ઓ હતા
થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ શ્રી અમૃતભાઈ કે.સોલંકી કન્વીનર શ્રી શામજીભાઈ કે.ચૌહાણ મહામંત્રી શ્રી મુળજીભાઈ એન.રાઠોડ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ દીપાવ્યો હતો.

ત્યારબાદ સૌ પધારેલ લોકોએ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા…

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here