ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે યોજાયેલ 5 મેચની શાનદાર શ્રેણી સમાપ્ત થયા બાદ હાલ ભારતના તમામ ક્રિકેટ રસિકોની નઝર આગામી એશિયા કપ પર ટકેલી છે.
એવામાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
જસપ્રીત બુમરાહને સ્થાન મળશે?
ભારતીય ટીમના સૌથી સફળ બોલરમાં જેમની ગણના કરવામાં આવે છે એવા જસપ્રીત બુમરાહ છેલ્લાં ઘણા સમયથી પોતાની ફિટનેસ અંગે નાની મોટી સમસ્યાઓથી ઘેરાયેલા રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ કુલ 5 ટેસ્ટ મેચમાંથી માત્ર 3 ટેસ્ટ મેચ રમી શક્યા હતા જે બાદ ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેઓ સતત વિવાદના વંટોળમાં જોવા મળ્યા હતા. હાલ એવું માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહને તેમની ફિટનેસની સમસ્યાને લીધે એશિયા કપમાંથી બ્રેક આપવામાં આવી શકે છે.
બુમરાહ અંગે મેનેજમેન્ટ મક્કમ!
જસપ્રીત બુમરાહની ફિટનેસ આગામી એશિયા કપ માટે સૌથી સમસ્યા સાબી થઈ છે પરંતુ મળતી માહિતી મુજબ ક્રિકેટ બોર્ડના ઈરાદા આ ખેલાડીને લઈને કઈક અલગ ચાલી રહ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે પસંદગીકારોનું માનવું છે કે ટીમ ઈન્ડિયાએ છેલ્લો એશિયા કપ જીત્યો હતો ત્યારે હવે ફરીથી આ ટાઈટલને બરકરાર રાખવા માટે જસપ્રીત બુમરાહ આગામી એશિયા કપમાં મહત્વનો રોલ પ્લે કરી શકે એમ છે. આગામી ટી20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે પણ આ નિર્ણય લેવામાં આવી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ ઈન્ડિઝ સામે મળી શકે છે આરામ
ક્રિકેટ બોર્ડ તરફથી રજૂ કરવામાં આવેલ આગામી ટાઈમ ટેબલ મુજબ એશિયા કપની ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જો એશિયા કપમાં ફાસ્ટ બોલર બૂમરાહને સ્થાન આપવામાં આવે છે તો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ જે 2 ઓક્ટોબરથી શરૂ થશે તેમાં બૂમરાહને આરામ આપવામાં આવી શકે છે.


