દેશના કુખ્યાત હથિયાર તસ્કરી કરનાર સલીમ પિસ્ટલ ભારત પરત લાવવામાં આવ્યો છે. 9 ઓગષ્ટના રોજ તેની નેપાળથી ધરપકડ કરવામાં આવી હતી. ઘણા વર્ષોથી તે પાકિસ્તાનથી હથિયારોની તસ્કરી કરતો હતો. અને ગેંગસ્ટરોને સ્પલાય કરતો હતો. સલીમના ISI અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે ગાઢ સંબંધો છે.
સલીમ પિસ્ટલનો દબદબો
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સુક્ષા એજન્સીઓ સાથે મળીને ભારતના સૌથી મોટા હથિયાર સપ્લાયર, શેખ સલીમ ઉર્ફ સલીમ પિસ્ટલને નેપાળથી ભારત લાવવામાં આવ્યો હતો. સલીમની 9 ઓગષ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના ઓફિસમાં રાખવામાં આવ્યો છે.
સલીમ વર્ષ 2018થી ફરાર હતો. આ એ જ ગેંગસ્ટર છે જેણે તર્કીયેમાં બનેલી જિગાના પિસ્ટલ ભારતના ગેંગસ્ટર સુધી પહોંચાડી હતી. લાંબા સમયથી તે પાકિસ્તાનમાં હતો. સલીમ પિસ્ટલનું ઘર દિલ્હીના જાફરાબાદમાં છે. સલીમે આઠમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે ડ્રાઇવર તરીકે કામ કર્યુ હતુ.
વર્ષ 2000થી તેણે ગુનાઓની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાના કાકા સાથે ગાડીઓ ચોરી કરવાનું શરૂ કર્યુ હતુ. વર્ષ 2011માં સલીમે જાફરાબાદમાં 20 લાખની સૌથી મોટી ચોરી કરી હતી. વર્ષ 2013માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જિગાના પિસ્ટલનો કારોબાર
પોલીસના જણાવ્યા મુજબ સલીમ તુર્કીયેમાં બનેલી જિગાના પિસ્ટલની તસ્કરીમાં જોડાયેલો હતો. આ જિગાના પિસ્ટલ ભારતના ગેંગસ્ટર સૌથી વધુ પસંદ કરે છે. આ કામમાં તેની સાથે ખુર્જા, બુલંદશહરના બે ભાઇ જોડાયેલા હતા. આ બન્ને ભાઇઓ પાકિસ્તાનથી હથિયાર ભારતમાં લાવવા માટે મદદ કરતા હતા. પિસ્ટલના વિવિધ ભાગોને અલગ-અલગ સ્થળે છુપાવવામાં આવતા હતા. અને બાદમાં જોડવામાં આવતા હતા.


