PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનડીએની સંસદીય દળની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અમિત શાહે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેઓ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા દેશના ગૃહમંત્રી બન્યા છે. અમિત શાહે આ મામલે પૂર્વ ગૃહમંત્રી
કેટલા દિવસ રહ્યા ગૃહમંત્રી પદે ?
અમિત શાહે ગૃહમંત્રી પદ પર 2258 દિવસો પૂર્ણ કર્યા છે. જ્યારે પૂર્વ ગૃહમંત્રી એલ કે અડવાણીએ 2256 દિવસનો કાર્યકાળ હતો. જ્યારે સરદાર વલ્લભ ભાઇ પટેલે 1218 દિવસો સુધી ગૃહમંત્રી રહ્યા. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના કાર્યકાળમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા. જેમ કે નાગરિકતા સંશોધન અધિનિયમ, કલમ 370 હટાવી, યુનિફોર્મ સિવિલ કોડની શરૂઆત.
આ નેતાઓના નામે હતો રેકોર્ડ
ગૃહમંત્રી અમિત શાહ પહેલા કોંગ્રેસના ગોવિંદ વલ્લભ પંત અને બીજેપીના એલ.કે અડવાણીના આ પદ પર સૌથી લાંબા સમય સુધી રહ્યા છે.
એલ.કે અડવાણીએ 2256 દિવસ સુધી દેશના ગૃહમંત્રી રહ્યા. તેમણે 1998માં ગૃહમંત્રી પદ સંભાળ્યુ હતું. 22 મે 2004 સુધી આ પદ પર રહ્યા હતા.
ગોવિંદ વલ્લભ પંત આ પદ પર 6 વર્ષ અને 56 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેઓ 10 જાન્યુઆરી 1955ના રોજ દેશના ગૃહમંત્રી બન્યા હતા અને 7 માર્ચ 1961 સુધી આ પદ પર રહ્યા હતા.
મહત્વનું છે કે અમિત શાહને બીજેપીના ચાણક્ય કહેવામાં આવે છે. તેઓને 2019માં ગૃહમંત્રીનું પદ અપાયુ હતું. આ પહેલા તેઓ ગજરાતના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. શાહે પાર્ટી અધ્યક્ષ રહીને ભારતીય જનતા પાર્ટીને દેશમાં એક અલગ ઓળખ આપી છે.

