GUJARAT : અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટના ના બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા

0
49
meetarticle

અમદાવાદ મણીનગર ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 20 ઓગસ્ટના રોજ ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી અને હત્યા કરવામાં આવી હતી જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઇ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે વસતા સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

અમદાવાદના મણીનગર ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 20 ઓગસ્ટના રોજ ધોરણ 10 માં અભ્યાસ કરતા નયન સંતાણી નામના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જોકે આ હત્યા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા ચપ્પુ ના ઘા મારીને કરવામાં આવી હતી જેને લઇ અને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને રાજ્યભરમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ અને શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ ઘટનાને લઇ અને સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો શુક્રવારે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીયોજી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કલેકટરને આવેદનપત્ર આપી અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઅને શાળાના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

REPOTER : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here