કપડવંજથી રમોસડી બિસ્માર રોડ અંગે તા. ૮-૭-૨૫ના રોજ અગ્રાજીના સરપંચે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,
કપડવંજથી અગ્રાજી થઈ રમોસડી તરફનો રોડ ચોમાસામાં ખાડાંથી બિસ્માર બન્યો છે. રોડ પર વારંવાર વાહનો ફસાઈ જાય છે. સંખ્યાબંધ જગ્યાએ રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન અકસ્માતનો ભય રહેલો છે. આ રોડ પરથી પાંચથી છ ગામના મુસાફરી કરતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તો ટૂંકા ગાળામાં બન્યો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા પુરતા પ્રમાણમાં મટિરિયલ નહીં વાપર્યું હોવાથી સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ત્યારે વિભાગીય ચકાસણી ટીમ મોકલી નિરીક્ષણ કરાવી સત્વરે રોડનું સમારકામ કરવા માંગણી છે.


