આગરામાં સોમવારે રાત્રે એચ અજીબો ગરીબ બનાવ બન્યો હતો જેના કારણે આખા પોલીસ ફોર્સને 20 કલાક સુધી ભારે મહેનત કરવી પડી હતી.
પીઆઇ તેમની પોલીસ ફોર્સ લઇને રાત્રીના સમયે પેટ્રોલિંગ કરવા નિકળ્યા
વાત આગરાની છે. આગરાના નિબોહરા પોલીસ સ્ટેશનમાં પીઆઇ તેમની પોલીસ ફોર્સ લઇને રાત્રીના સમયે પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા. જો કે પેટ્રોલિંગ દરમિયાન તેમની સર્વિસ રિવોલ્વર ગુમ થઇ ગઇ . સર્વિસ રિવોલ્વર ગુમ થતાં પીઆઇ ટેંશનમાં આવી ગયા અને તેમના તાબામાં રહેલા તમામ પોલીસ કર્મીઓને સર્વિસ રિવોલ્વર કોઇ પણ ભોગે શોધવા માટે સુચના આપી
સર્વિસ રિવોલ્વર ક્યાંક પડી ગઇ
સોમવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા પીઆઇ રાકેશ યાદવની રાત્રે 12થી 2 વાગ્યા સુધીના ગાળામાં સર્વિસ રિવોલ્વર અચાનક ગુમ થઇ ગઇ હતી. તેમની સર્વિસ રિવોલ્વર ક્યાંક પડી ગઇ પણ છેક બે કલાક બાદ તેમને અહેસાસ થયો કે તેમની રિવોલ્વર ગાયબ છે. સર્વિસ રિવોલ્વર ક્યાંક પડી ગઇ હોવાનો ખ્યાલ આવતા જ પીઆઇ રાકેશ યાદવના હોશકોશ ઉડી ગયા હતા.
આખો પોલીસ ફોર્સ ધંધે લાગ્યો
સવારે આ મામલાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરાઇ અને ત્યારબાદ આખો પોલીસ ફોર્સ પીઆઇ જ્યાં જ્યાં પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા ત્યાં ત્યાં સર્વિસ રિવોલ્વરને શોધવાના કામે લાગ્યો. જ્યાં સંભાવના હતી તે તમામ સ્થળે સર્વિસ રિવોલ્વરની તપાસ કરવામાં આવી હતી. અંદાજે 18થી 20 કલાક સુધી પોલીસ ફોર્સે ભારે મહેનત કરી હતી
પેટ્રોલિંગ રુટના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરાયા
તમને ખબર જ હશે કે એક પોલીસ અધિકારી માટે તેની સર્વિસ રિવોલ્વર કેટલી મહત્વની હોય છે.અને તેથી જ પોલીસ ફોર્સના તમામ કર્મચારીએ સાચી નિષ્ઠાથી સર્વિસ રિવોલ્વર શોધવા લાગી હતી. પેટ્રોલિંગ રુટના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા.
આખરે મંગળવારે સાંજે 7 વાગે પીઆઇની સર્વિસ રિવોલ્વર પોલીસ જીપમાંથી મળી
આખરે મંગળવારે સાંજે 7 વાગે પીઆઇની સર્વિસ રિવોલ્વર તે જે ગાડીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે ગાડીમાંથી જ મળી આવી અને આખી પોલીસ ફોર્સે રાહતનો શ્વાસ લીધો. વાસ્તવમાં આ ગાડી તુટેલી હાલતમાં હતી અને ત્યાં રિવોલ્વર પડી ગઇ હતી જેની કોઇને જાણ ન હતી. હવે આ મામલે લાપરવાહી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને પીઆઇ સામે કાર્યવાહી પણ થશે.


