વાઘોડિયા તાલુકાના ના વાઘોડિયા પછીનું વધુ વસ્તી ધરાવતું વેપાર ઉધોગો માં હરણફાળ ભરતું વિકસીત જરોદ ગામ ને 2022 ના વર્ષ દરમ્યાન હેવી આઉટ પોસ્ટ પોલીસ ચોકી ને નેસ્તનાબૂદ કરીને રાજ્ય સરકાર શ્રી દ્વારા પોલીસ સ્ટેશન નો દરજ્જો આપ્યો છે તો ખરો પણ કમનસીબે 2022 થી 2025 સુધી માં 8 જેટલા પી આઈ ની નિમણૂક સાથે થોડા સમય માં જ બદલી ઓ ક ઇ ક કારણોસર થવા પામી છે એક વર્ષ પણ કોઈ પી આઈ એ પુરું કર્યું નથી ત્યારે સ્વભાવિક છે કે જાગૃત નાગરિકો માં અને સામાજિક કાર્યકરો સહીત સરપંચો માં આ અંગે ની તરેહ તરેહની ચચૉઓ ઉદભવે છે ત્યારે સાથે સાથે જાગૃત નાગરિકો માં વર્ષો જુના આઉટ પોસ્ટ પોલીસ ચોકી ના નાનકડા કદના સ્ટાફ ની હાક અને ધાક ની જુનવતી યાદો આજે પણ સિનિયર સિટીઝન વયોવૃદ્ધ ના લોક દરબારમાં પ્રશંસનિય પ્રસંગો ની કામગીરી દિલ થી વખાણ કરી રહ્યા છે સિનિયર સિટીઝન સહિત જાગૃત નાગરિકો માં જયારે રાજ્ય સરકાર શ્રી દ્વારા જરોદ ગામ ને પોલીસ સ્ટેશન ફાળવાયું ત્યારે તે સમયે જરોદ સહિત પંથકના ગ્રામ જનો માં ખુશી ની લહેર વ્યાપી ઉઠી હતી .

જરોદ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં જ થોડોક સમય પછી પોલીસ સ્ટેશન ના પી આઈ કક્ષાના અધિકારીઓ ની બદલી ઓ ટુંકા ગાળામાં ક ઇ ક કારણોસર થવા પામતા સિનિયર સિટીઝન સહિત જાગૃત નાગરિકો અને ગ્રામ જનો નાં લોક દરબારમાં થતી ચર્ચા ઓ મુજબ જરોદ પોલીસ સ્ટેશન ની ભુમી માં દોષ, અથવા અશુભ ચોધડીયા માં પોલીસ સ્ટેશન કાર્યરત થવા પામ્યું અથવા સ્ટાફ નો અંદરોઅંદર નો સંકલન નો અભાવ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ઓ એરણે રહેવા પામી છે ત્યારે છેલ્લા છેલ આઠમા પી આઈ એમ આર ચૌધરી હાલ ટુંકા ત્રણ માસ થી ફરજ બજાવતા ને દારૂ કાંડ માં ગણેશ મહોત્સવ અંતર્ગત વિધ્નહર્તા ના વિધ્ન નડવાથી બદલી પામ્યા છે ત્યારે હાલ જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ નો ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શેવાળે છેલ્લા પાંચ દિવસથી સંભાળી રહ્યા છે અને દારૂ કાંડ માં ડી સ્ટાફના પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થતાં હાલ ઘટ્ટ સ્ટાફ નાં કારણે પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા ની ભાગદોડ સંભાળવા ઘણી ખરી વખત મુંજવણમાં મુકાય છે તો બીજી બાજુ જી આર ડી જવાનો ની ભરતી માં પણ અમુક શિસ્તબદ્ધ ને ન માનતા હોય તેવાની ભરતી થતાં આજે પણ આવાં અમુક જી આર ડી જવાનો ખાખી વર્દી ને ન શોભે તેવી રીતે વાણી વિલાસ સાથે અન્ય વતૅનો કરતા હોવાની બુમો જાગૃત નાગરિકો માં ઉઠવા પામી છે ત્યારે પોલીસ તંત્ર ને સંબંધિત તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરોદ પોલીસ સ્ટેશન નો વહીવટ સાફ સુધરો અને પોલીસ પ્રજાનો સાચ્ચો મિત્ર છે ની છબી ને અંક બંધ રાખવાનાં અભિગમ સાથે ગમે ત્યારે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળે ના તે દિશા તરફ તંત્ર ના સહયોગ મળે તેવું જાગૃત નાગરિકો સહિત આગેવાનો સરપંચો ઇચ્છી રહ્યા છે.
Reporter : કિશન રોહિડા વાઘોડિયા

