છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલી પાવી જેતપુર કોઓપરેટિવ બેંક સામે આજે ભારે રોષ જોવા મળ્યો હતો. દૂધના પગાર માટે ખેડૂતો અને સામાન્ય લોકો લાંબી લાઈનમાં ઊભા રહેતાં કંટાળી ગયા હતા, જેના પગલે લોકોએ બેંક સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખાતેદારોના પ્રતિનિધિગણ દ્વારા જણાવવામાં આવ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો બેંકમાં તાળાબંધી કરવામાં આવશે. આ ચીમકીના પગલે સ્થાનિક તંત્ર અને બેંકના higher authorities દોડધામમાં આવી ગયા છે.
લોકોનું કહેવું છે કે, દૂધની ચુકવણી વારંવાર વિલંબથી થતી હોય છે અને બેંક તરફથી યોગ્ય જવાબદારી લેવામાં આવતી નથી. કોઈ સમાધાન ન મળ્યું તો આંદોલન ઉગ્રરૂપ ધારણ કરશે તેમ પણ સૂચના આપવામાં આવી છે.
રીપોર્ટર : રફાકત ખત્રી બોડેલી


