અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના મીરાનગરમાં ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાવતા ગીતો પર ડાન્સનો કાર્યક્રમ યોજવા બદલ ત્રણ આયોજકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ સત્યમ શ્યામલાલ શર્મા, બ્રિજેશ હનુમાન પ્રસાદ મોર્યા અને રોશન સરવન શાહ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ ધાર્મિક તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા તત્વોને બિલકુલ છોડવામાં આવશે નહીં.


