ત્રણ દિવસ પૂર્વે મધરાત્રીના પાણીગેટ માંડવી વચ્ચે અતિ સંવેદનશીલ વિસ્તાર મનાતા રોડ પર આવેલા મદાર માર્કેટ બિલ્ડિંગ ના ધાબા ઉપર થી વિધર્મીઓ એ પસાર થઇ રહેલા “નિર્મલ પાર્ક યુવક મંડળ”ની ગણેશજીની મુર્તિ ઉપર ઇંડામારો કર્યો હતો.શહેરની શાંતિને કોમવાદી પલિતો ચાંપીને ડહોળવાનુ કાવતરૂ રચાયું હતું.જે ગુનામાં આજે વધુ એક તોફાની વિધર્મી ને પોલીસ ઝડપી પાડ્યો હતો.
અતિ ગંભીર મનાતા ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશ્નરના આદેશ છુટતા જ પોલિસ કામે લાગી ગઈ અન્ય કોઇ અનિચ્છીનીય બનાવ ના બને તથા શહેરની શાંતિ જળવાઇ રહે તે માટે સત્વરે આરોપીઓની શોધ-ખોળ શરૂ કરવામાં આવી હતી પોલીસે હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ અને ઓબઝર્વેશન ના આધારે વિધર્મીઓ ના સગડ મેળવીને ધરપકડનો દોર લંબાવ્યો હતો જેમાં સગીર સહિત ત્રણની ગહન તપાસમાં પુર્વ નિર્ધારીત કાવતરામાં જોડાયેલા વધુ એક માથાભારે આરોપી સલમાન ઉર્ફે ગધો મોહંમદ હુશેન ઉર્ફે લાલાભાઇ મન્સુરી (રહે. હબીબ મન્સુરીની ચાલી મદાર માર્કેટની બાજુની ગલી, યુવા દુકાન પાસે વડોદરા) ને દબોચી લીધો હતો. પોલીસને હજુ પણ વધુ વિધર્મીઓ ની સંડોવણી હોવાની આશંકા છે .
શહેર પોલીસની કામગીરી નબળી પડી? ગાંધીનગરથી ટીમો કેમ શહેરમાં આવી?
શહેરમાં નીકળતી શ્રીજીની સવારી ઉપર દર વર્ષે વિધર્મીઓ કાંકરી ચાળો કરે છે તેવા ભૂતકાળમાં અનેક વખત બની ચૂક્યા છે આ વર્ષે તો આવા તત્વો શ્રીજીની સવારીને નિશાન બનાવીને ઈંડા મારો કર્યો. આવા ધર્મ નું અપમાન કરવામાં જે વીધર્મીઓએ ભાગ ભજવ્યો છે એ કોણ ઈશારે કાવતરું ઘડાયું. સુત્રધાર કોણ છે? ભૂતકાળમાં આવા પલિતા ચાપવામાં સ્લીપર સેલ અને સીમી ની સંડોવણી સપાટી પર આવી ચૂકી છે શું આ ગુનામાં પણ આવા જ તત્વોની સંડોવણી છે? સુત્રો દ્વારા એવું સંભળાઈ રહ્યું છે કે સમગ્ર કાવતરું નાણાકીય ફંડ લઈને રચવામાં આવ્યું છે જેમાં એક મહિલાની પણ સીધી સંડોવણી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. જે બાબતે ગાંધીનગર સુધી ઉચ્ચ અધિકારીઓને જાણ થતા ઉંડી તપાસ માટે એજન્સીના અધિકારીઓને વડોદરા દોડાવ્યા છે થોડા જ દિવસમાં આ ગુનાનો પર્દાફાશ થઈ જશે તેવું સાંભળવા મળ્યું હતું.


