ભાભરમાં સામાન્ય બાબતમાં ઝગડા થતા હોવાનાં અને આવા ઝગડા ઉગ્ર બનતા કિસ્સા વધી રહ્યા છે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ ભાભર હાઇવે ફરીયાદી સરદારજી ભુરાજી રાઠોડ (ઠાકોર) રહે તનવાડ તાલુકો ભાભર અને તેમના ભાગીયો શ્રવણ બાબુજી ઠાકોર બન્ને જણા ભાભર માર્કેટ યાર્ડમાંથી હાઈવે ઉપર બાઈક મા નીકળ્યા હતા તે સમયે આચાર્ય પેટ્રોલપંપ પાસે બાઈક સવાર જગુભા રાઠોડ નામના શખ્સે ઓવર ટેક મા બહેન સામે ભુંડી ગાળો બોલતા માથાકુટ કરતા તેનું ઉપરાણું લઈને રાજુ ઉર્ફે ભુરી નારણ સિંહ રાઠોડ અને શકિત પુનુભા રાઠોડે લોખંડની ટોમી અને ધોકા વડે હુમલો કરતા ત્યાં બાબુજી છગનજી ઠાકોર અને હિતેષ ઠાકોર આવતા અન્ય ૩ થી ૫ આરોપીઓએ તેમને પણ આડેધડ ધોકા મારી ગડદાપાટુ નો માર માર્યો હતો અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં સરદારજી બાબુજી ઠાકોર, બાબુજી છગનજી ઠાકોર અને હિતેષ ઠાકોર ઘાયલ થયા હતા ઘાયલ પૈકી સરદારજી ઠાકોર ને માથાના ભાગે લોખંડની ટોમી વાગતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.
ભાભર પોલીસ મથકે ફરીયાદી સરદારજી બાબુજી ઠાકોર રહે તનવાડ વાળાની ફરીયાદ હકીકત આધારે આરોપીઓ જગુભા રાઠોડ, રાજુ નારણસિંહ રાઠોડ, શકિત પુનુભા રાઠોડ અને અજાણ્યા ૩ થી ૫ શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
અહેવાલ : સિદ્ધરાજ ઠાકોર અસાણા


