મહીસાગર જિલ્લામાં બે દિવસથી મેઘરાજાનો આક્રમક રવૈયો દેખાઈ રહ્યો છે ત્યારે મેઘરાજાના તાંડવથી ગામડાઓમાં તેમજ શહેરોના કાચા મકાનો વૃક્ષો વીજ થાંભલાઓ ધારાશાય મોટાભાગે થતા હોય છે ત્યારે કડાણા તાલુકાના લિંભોલા ગામે થ્રી ફેઝ લાઈન ધારાશય થતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો…
મળતી માહિતી મુજબ લિંભોલા ગામમાં ગામડાઓ માંથી મજૂરો મજૂરી અર્થે લીંભોલા કામમાં કરવા આવતા હોય છે ત્યારે થ્રી ફેઝ લાઈન નો થાંભલો ધરાશય થયેલ એક જાગૃત મજૂર ના નજરે પડે છે ત્યારે આ મજૂરે સોશિયલ મીડિયા માં લાઈક અને ફલોવર નું છોડી પહેલા જીઈબી ઓફિસમાં થ્રી ફેઝ લાઈન ધરાશાય થયાની જાણ કરી હતી
સદનસીબે એક જાગૃત નાગરિકના કારણે જાનહાનિ ટળી હતી.
રિપોર્ટર :સંદીપ દેવાશ્રયી, મહીસાગર..


