દર ચોમાસા ની સિઝનમાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભોગવે છે હાલાકી વરસાદ વરસતા આજે પણ ત્રણ ગામોને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાયા ગરનાળામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ, અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો હતો.
રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલ ની વ્યવસ્થા કરાઈ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત બની જાય છે
રેલ્વે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો થાય છે હેરાન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલ્વે તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો.શાળાએ જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા લોકોથી ગરનાળામાંથી પસાર થઈ શકાતું ન હોય જ્યારથી ગળનારુ બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયાં છે…
આરોગય લક્ષી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ પાણીના યોગ્ય નિકાલનું નકકર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે…