TOP NEWS : આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે

0
56
meetarticle

 અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દિલ્હીથી ભારતીય વાયુ સેનાના ખાસ વિમાનમાં આજે સાંજે અહીં રાજકોટ નજીક હિરાસર એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ  સહિતનો કાફલો મોટર માર્ગે રાજકોટ આવી પહોંચતા સર્કિટ હાઉસ ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને ગૌરવભેર આવકારવામાં આવ્યા હતા.

અહીંથી તા. 10ના સવારે તેઓ હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ ખાતે દર્શન કરી બપોર બાદ સાસણ પહોંચશે.

રાજકોટમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનના પગલે બિસ્માર રસ્તા રીપેર કરી અડચણરૂપ સ્પીડબ્રેકર હટાવવામાં આવ્યા હતા. તેમજ અહીંના સર્કિટ હાઉસને રંગરોગાન કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગઈકાલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે રીહર્સલ યોજવામાં આવ્યા બાદ આજે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત સાથે હિરાસર એરપોર્ટથી મોટર માર્ગે રાષ્ટ્રપતિને મોટરમાર્ગે સર્કિટ હાઉસ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સુશોભિત સર્કિટ હાઉસ પરિસરમાં સાંજનું કાઠીયાવાડી ડીનર રાષ્ટ્રપતિએ ઉચ્ચ અધિકારીઓ સાથે લીધું હતું. રાત્રિ રોકાણ બાદ તા. 10ના સવારે હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે રાષ્ટ્રપતિ સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે. હેલીપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધીના રસ્તામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં સોમનાથ મહાદેવ મંદિરનાં પરીસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન બાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. ભગવાન ભોળાનાથની પુજા-આરતી દર્શન બાદ રાષ્ટ્રપતિ બપોરના 3 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સાસણ પહોંચશે. ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ સિંહ સદન ખાતે પહોંચશે જયાં ગીરના આદિવાસીઓ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ બાદ તા. 11ના તેઓ દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં જગત મંદિરે દર્શન-પુજા વિધિ બાદ તેઓ હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here