અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) જામનગર શહેરમાં કચરા ગાડીઓ બેફામ ગતિએ દોડી રહી છે, તેનો વધુ એક કિસ્સો આજે વહેલી સવારે નુરી ચોકડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. સવારે 9.00 વાગ્યાના અરસામાં જીજે 10 ઈ.ડી. 4291 નંબરના એકટીવા સ્કૂટરમાં જઈ રહેલી ગીતાબેન યોગેશભાઈ અસવાર કે જે પોતાની પુત્રી સાથે નોકરી પર જવા માટે નીકળી હતી, અને એકટીવા સ્કુટર નુરી ચોકડી પાસેથી પસાર થતાં પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 20 વાય 5274 નંબરની કચરા ગાડીના ચાલકે સ્કૂટરને અડફેટમાં લઈ લીધું હતું, અને આગલા ટાયર નીચે દબાયું હતું. જેમાં ગીતાબેન અસવાર અને તેની પુત્રી બંને ઘાયલ થયા હતા.

જેથી તેઓને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ અકસ્માતના બનાવ સમયે કચરા ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ભાગી છુટ્યો હતો.
જે અકસ્માત બાદ કેટલાક નાગરિકોએ એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને કચરા ગાડીના તમામ ટાયરોની હવા કાઢી નાખી હતી. જે અકસ્માતના બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે.

