TOP NEWS : નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુંગાર: આખરે શિયાળાની જમાવટઃ 9 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

0
49
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે.રત્રિના 13 શહેરમાં સરેરાશ લધુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 

આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટશે

ગત રાત્રિના નલિયામાં 9.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ દાહોદ, અમરેલી, વડોદરા અને રાજકોટમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. 

અમદાવાદમાં 14 ડિગ્રીએ સરેરાશ લધુતમ તાપમાનનો પારો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું લધુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. 

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ લધુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્‌ છે. આ પછી લધુતમ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here