TOP NEWS : મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના

0
33
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આયોજિત એક સ્થાનિક મેળામાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં અચાનક એક રાઈડ પડી જવાથી લગભગ બે ડઝન બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. 

રાઈડ દુર્ઘટનામાં 15 બાળકો ઈજાગ્રસ્ત, 7-8 ગંભીર

ઝાબુઆ જિલ્લામાં મેલામાં બનેલી રાઈડ દુર્ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, શરૂ રાઈડ દરમિયાન અચાનક રાઈડનું સંતુલન બગડ્યું અને નીચે જમીન પર પડી ગઈ. રાઈડ પડવાની દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 15 જેટલાં બાળકોને દાખલ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 7-8 બાળકોની હાલત ગંભીર હોવાનું જણાય છે. 

રાઈડ દુર્ઘટના બાદ ફરી એકવાર મેળા અને મનોરંજનના સાધનો પર સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, મનોરંજન માટે મેળામાં રાઈડ્સ કોઈપણ યોગ્ય સુરક્ષા વગર ચલાવવામાં આવે છે. ન તો સાધનોની તપાસ કરવામાં આવે છે કે ન તો ઈમરજન્સીની વ્યવસ્થા જોવા મળે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here