અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બિહારના દરભંગામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યાનાથે કહ્યુ કે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે, ભારત વિરુદ્ધ બોલે છે, તેમણે આરજેડી અને કોંગ્રેસને રામ વિરોધી બતાવતા કહ્યુ કે બિહાર વિધાનસભા ચૂંટણી ના અંતિમ ચરણમાં રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. પહેલા ચરણમાં 121 વિધાનસભા સીટોનો પ્રચાર 4 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે થમી જશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિહારના દરભંગામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

અપ્પૂ, પપ્પૂ ,ટપ્પૂની જોડી છે મહાગઠબંધન
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બિહારના દરભંગામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યાનાથે કહ્યુ કે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે, ભારત વિરુદ્ધ બોલે છે, તેમણે આરજેડી અને કોંગ્રેસને રામ વિરોધી બતાવતા કહ્યુ કે જે રામનો વિરોધી છે તે અમારો પણ વિરોધી છે. મિથિલામાં માતા જાનકી વિરાજમાન થશે.યોગી આદિત્યનાથે કહ્યુ કે જે માતા જાનકીનો વિરોધી છે, તે અમારો વિરોધી છે. અપ્પૂ,પપ્પૂ ,ટપ્પૂની જોડી છે મહાગઠબંધન, આ ગઠબંધન ત્રણ વાંદરાઓની જોડી છે.
રાહુલ, અખિલેશ,તેજસ્વીનું નામ લીધા વિના કર્યા આકરાં પ્રહારો
સીએમ યોગીએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવનુ નામ લીધા વગર કહ્યુ કે આ ત્રણ પપ્પૂ, અપ્પૂ, અને ટપ્પૂ.સાચું નથી બોલી શકતા, સારૂં નથી બોલી શકતા, જોઇ નથી શકતા અને હવે સાંભળી પણ નથી શકતા. તેમને એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલો વિકાસ નથી દેખાતો.ન તેની સુંગધ મહેસૂસ થા છે. તેઓ તેના વિશે બોલી પણ નથી શકતા. ન સાભંળી શકે છે, ન બોલી શકે છે અને એના કારણે તે દુષ્પ્રચાર કરી રહ્યા છે. તમે જોયુ હશે કે કોગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે પણ ક્યાંય જાય છે. ભારત વિરુદ્ધ બોલે છે, ભારતને અપમાનિત કરે છે,તેઓ વિદેશી આક્રમણકારોનો મહિમા ગાય છે. અને આ જ લોકો બિહારમાં વંશીય માફિયાઓને અપનાવીને અને તેમને પોતાના શિષ્યો બનાવીને બિહારની સુરક્ષાને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે.

