અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુહાપુરા ચાર રસ્તા જેવા અત્યંત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરેલી એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

જોતજોતામાં બાઈક બની આગનો ગોળો
મળતી માહિતી અનુસાર, બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ચાર રસ્તા પર લોકોની ભારે અવરજવર હોવાથી આ દ્રશ્ય જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. આગને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ ઘટના જે સ્થળે બની ત્યાં BRTSની કેબિન આવેલી છે. આગની લપેટો કેબિનની તદ્દન નજીક હોવાથી મુસાફરો અને આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુહાપુરા ચાર રસ્તા જેવા અત્યંત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરેલી એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
જોતજોતામાં બાઈક બની આગનો ગોળો
મળતી માહિતી અનુસાર, બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ચાર રસ્તા પર લોકોની ભારે અવરજવર હોવાથી આ દ્રશ્ય જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. આગને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ ઘટના જે સ્થળે બની ત્યાં BRTSની કેબિન આવેલી છે. આગની લપેટો કેબિનની તદ્દન નજીક હોવાથી મુસાફરો અને આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.