TOP NEWS : અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ

0
110
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઝાડની ડાળી પડતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના પાછળનું કારણ એક લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો. જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી. કમનસીબે, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

પોલીસે લક્ઝરી બસના ચાલક સામે માનવવધનો ગુનો દાખલ કર્યો છે.

આ ઘટનાએ શહેરના રસ્તાઓ પર ઓવરલોડ વાહનોના જોખમ પર ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી. કમનસીબે, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here