TOP NEWS : અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત

0
50
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારે (11 ઓક્ટોબર) સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ગંભીરસિંહ સોલંકીનું કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે

.શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, ASI ગંભીરસિંહ અને ટેમ્પો ચાલક ભાયલા ગામ નજીકથી લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને બાવળાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા. ભાયલા ગામ પાસે અચાનક ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને પોલીસકર્મી ગંભીરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાવળાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ASI ગંભીરસિંહ સોલંકીનું દુઃખદ નિધન થયું હતું. 

અકસ્માતની જાણ થતાં જ બગોદરા અને કેરાળા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતક પોલીસકર્મી ગંભીરસિંહના પાર્થિવ દેહનું બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. ફરજ પરના પોલીસકર્મીના આકસ્મિક અને દુઃખદ અવસાનથી પોલીસ પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here