TOP NEWS : આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા

0
92
meetarticle

 અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરશે. તેમનું આ સંબોધન સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. જોકે કયા મુદ્દે તેઓ સંબોધન કરવાના છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ હા આવતીકાલથી દેશભરમાં જીએસટી ઘટાડા લાગુ થઇ રહ્યા છે ત્યારે તેમનું આ સંબોધન મહત્ત્વપૂર્ણ બની જાય છે.

 કયા મુદ્દે વાતચીત કરી શકે? 

ઉલ્લેખનીય છે કે છેલ્લે 2014થી જ્યારથી પીએમ મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારે પીએમ મોદીએ જ્યારે પણ દેશને સંબોધન કર્યું છે ત્યારે કોઈને કોઈ મોટા નિર્ણયો સામે આવ્યા છે. હાલ સ્પષ્ટ નથી કે પીએમ મોદી યુએસ ટ્રેડ વોર અને H-1B વિઝા વિવાદ પર વાત કરશે કે નહીં. નિષ્ણાતો કહે છે કે હાલમાં પીએમ તેમના ભાષણમાં આ મુદ્દાઓ પર વાત નહીં કરે કેમ કે આ ખૂબ જ સંવેદનશીલ અને ઊંડા રાજદ્વારી મામલા છે. તેનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here