અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે.

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
તેનો અર્થ એ છે કે હવે પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તા થઇ શકે છે. જોકે રાજ્ય સરકારનો વેટ લાગુ રહેશે. પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રુપિયા હતી અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર હતી. જોકે હવે આ એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી રાહત મળી શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. જોકે આ નિર્ણય હવે ઓઈલ કંપનીઓએ કરવાનો રહેશે.

