અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં આજે મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટમાં નવા 9 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક મંત્રીઓને કેબિનેટમાં યથાવત રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજે મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટમાં નવા 9 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક મંત્રીઓને કેબિનેટમાં યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

કેબિનેટમાં નવા 9 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું
ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટમાં નવા 9 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે જીતુ વાઘાણીને ફરીવાર કેબિનેટમાં સ્થાન અપાયું છે. નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડો. પ્રદ્યુમ્ન વાજા, રમણ સોલંકીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાને કેબિનેટમાં યથાવત રાખવામાં આવ્યા છે.
13 મંત્રીઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતાં
નવા મંત્રી મંડળમાં 13 મંત્રીઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતાં. જેમાં કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માળી. સ્વરૂપજી ઠાકોર, જયરામ ગામીત, રિવા બા જાડેજા, પી.સી. બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં મનિષા વકીલ, પ્રફૂલ્લ પાનસેરિય અને ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ થાય છે.
આ વખતે પણ મહિલાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું
રાજ્યમાં આ વખતે પણ મહિલાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં પણ મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે. દર્શના વાઘેલા, મનીષા વકીલ અને રિબા બા જાડેજાને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

