TOP NEWS : કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !!

0
56
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભારતને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદમાં યોજાશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ભારતના બિડને મંજૂરી મળી હતી. જનરલ એસેમ્બલીમાં ૭૪ સભ્યોના બોર્ડે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા મહિને અમદાવાદમાં આયોજનનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમ મોદીની દૂરંદેશિતાના કારણે ભારતને આટલી મોટી સ્પર્ધાનું યજમાનપદ મેળવવામાં સફળતા મળી છે.ભારતની હરીફાઈમાં નાઇજીરિયાનું અબુજા શહેર હતુ, પરંતુ કોમનવેલ્થ ગેમ્સે તને ૨૦૩૪માં તક આપવા વિચાર્યુ છે. કોમનવેલ્થ એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણ પર કોમવેલ્થ સ્પોર્ટની ઇવેલ્યુએશન સમિતિ પ્રક્રિયા કરા છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડો.ડોનાલ્ડ રુકરેએ જણાવ્યું હતું કે ભારત પાસે યુવાનોનાો ઉત્સાહ, જબરદસ્ત મહત્ત્વકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ, રમતોને લીને ઉત્સાહ છે. આમ અમે કોમનવેલ્થ ગેમ્સમાં આગામી સેન્ચુરીનો પ્રારંભ ેએક ઉર્જાવાન રાષ્ટ્રમાં આયોજન સાથે કરીશું. ઉલ્લેખનીય છે કે ૨૦૩૦નું વર્ષ કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું પણ સોમું વર્ષ છે.

આના પગલે ભારતનો ૨૦૩૬માં ઓલિમ્પિક્સનું આયોજન કરવાનો દાવો વધુ મજબૂત બનશે. અમદાવાદ પણ દેશમાં ઓલિમ્પિક્સની રેસમાં છે. આ માટે શહેરમાં યુદ્ધના ધોરણે ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૦ની દિલ્હી ગેમ્સમાં ભારતે રૂ. ૧,૬૦૦ કરોડના અંદાજ સામે રૂ. ૭૦,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો.

ભારતને યજમાનપદ મળ્યું તેની પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત આ ઐતિહાસિક ગેમ્સનું ઉત્સાહપૂર્વક આયોજન કરવા તૈયાર છે. તેમણે આ ઇવેન્ટને ભારતમાં સ્પોર્ટસ ઇકોસિસ્ટમ ઉભી થવાની દિશાનો મહત્ત્વનો આધારસ્તંભ ગણાવી હતી. આ ઇવેન્ટના આયોજનના પગલે ભારત વિશ્વના સ્પોર્ટ મેપ પર મહત્ત્વના સ્થાન તરીકે ઉભરી આવશે.

કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને આઇઓએના પ્રમુખ પીટી ઈષાએ જણાવ્યું હતું કે અમને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બનવાથી અનહદ આનંદ થયો છે. અમે સન્માનિત થયાની લાગણી અનુભવીએ છીએ. તેની સાથે કોમનવેલ્થ મૂવમેન્ટના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા પણ આતુર છીએ, એટલું જ નહીં આગામી સદીનો પાયો નાખવા પણ તત્પર છીએ. આ આયોજનના લીધે કોમનવેલ્થ ગેમ્સના દેશથ્ના વિવિધ સમુદાયોના અને સંસ્કૃતિઓના એથ્લીટ એકસાથે આવશે. તેમની મિત્રતાનો અને પ્રગતિનો કોમનવેલ્થ સ્પિરિટ કેળવાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૭૪ દેશો ભાગ લે છે, જે મુખ્યત્વે અગાઉ બ્રિટિશ સંસ્થાનો હતા. ગ્લાસગોમાં ૨૦૨૬માં યોજાનારી કોમવેલ્થ ગેમ્સમાં બજેટ સીમિત રાખવામાં આવ્યું હોવાથી કુલ દસ રમતો જ રાખવામાં આવી છે. તેમા કુસ્તી, શૂટિંગ, બેડમિંટન અને હોકી જેવા ખેલોને હટાવી દેવાયા છે. જો કે ૨૦૩૦માં રમાનારા ગેમ્સમાં રમતોની સંખ્યા વધી શકે છે. આ સંખ્યા વધીને ૧૫થી ૧૭ ઇવેન્ટ્સની થઈ શકે છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અને એએફસી યુ-૧૭ એશિયન કપ ક્વોલિફાયર્સ જેવા આયોજન કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં અમદાવાદમાં એશિયન વેઇટલિફ્ટિંગ, એશિયન પેરા-આર્ચરી અને એએફસી યુ-૧૭ ક્વોલિફાયર્સ જેવા આયોજન કરાવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here