TOP NEWS : ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ

0
74
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી ( 8 સપ્ટેમ્બર, સાંજે 7 વાગ્યા સુધી ) 

રેડ ઍલર્ટ : કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબી

ઓરેન્જ ઍલર્ટ : દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર

આજે ક્યાં કેટલો વરસાદ

આજે સવારથી જ કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. લખપત તાલુકામાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે રાપરમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો. આ સિવાય બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ, કચ્છના ગાંધીધામમાં પોણા ચાર ઈંચ, ભચાઉમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here