TOP NEWS : જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

0
34
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજકોટમાં આવેલુ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વીરપુર ખાતે દેશ-વિદેશથી જલારામ બાપાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા, ત્યારે મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી.

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

જલારામ બાપાની 226 મી જન્મજયંતિએ વીરપુરમાં ભક્તોનું ઘોડાપુર

જલારામ બાપાની 226મી જન્મજયંતિને નિમિત્તે ગુજરાત સહિતના અનેક શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી. વહેલી સવારે પૂજા-આરતી ઉતારીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.વીરપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.

મંદિર જલારામ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓેએ કહ્યું કે, ‘બાપાના જન્મદિવસ પર ખાસ દર્શાનાર્થે આવ્યા છીએ. અહીં દર્શન શાંતિથી કરવા મળે છે અને જલારામ બાપાના દર્શન થયા એનો અનેરો આનંદર છે.’

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું 4 - image
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here