TOP NEWS : ડાકોરમાં આસ્થાનો મહાકુંભ, 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા

0
21
meetarticle

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ) યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમ અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજાના ક્રમમાં ફેરફાર સાથે ઉત્સવની અનોખી રોનક જોવા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે ૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચંદ્રગ્રહણ હોવાથી ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગ રાત્રિના ૨ઃ૦૦ વાગ્યાથી સવારના ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. રાત્રે ૨ઃ૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી બાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરાયા હતા. આજ્ઞાા માળા ધારણ કરાવી ગોપાલ લાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ખુલ્લા રહ્યા હતા.

ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને રંગોના આનંદમાં તરબોળ થયું હતું. ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરી ઠાકોરજીને ફૂલ અને દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here