અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ધોળકાના પોપટપુરા વિસ્તારમાં લગ્ન સમારોહમાં તારાપુરના ફતેપુરા ગામના મોસાળના લોકો ગયા હતા. ધોળકાથી બપોર બાદ ફતેપુર પરત ફરતા ૬૦ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ધોળકાના પોપટપુરા વિસ્તારમાં લગ્ન સમારોહમાં તારાપુર તાલુકાના ફતેપુરા ગામના મોસાળ પક્ષના લોકો ગયા હતા અને બપોરે ભોજન લીધા બાદ ફતેપુરાના લોકો પરત ઘરે આવ્યા હતા. સાંજના નવ વાગ્યાના આરસામાં ઝાડા- ઉલટી અને પેટમાં દુખાવો, ચક્કર આવવા સહિતની તકલીફ ઇ હતી. જેના પગલે બાળકો, મહિલાઓ સહિત ૬૦ લોકોને એક સરખી સમસ્યા સર્જાતા તાત્કાલિક છ એમ્બ્યુલન્સ મારફતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલમાં તમામ લોકોને તબિયત સુધારા પર છે.

