અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશન તથા એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી રેલ્વે તથા એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયું હતું. પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તેવી જ રીતે એસટી વિભાગ દ્વારા પણ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

રવિવારે વડોદરા રેલ્વે સ્ટેશન તથા સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ હોવા છતાં એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર મુસાફરોની ચેકિંગ વગર અવરજવર જોવા મળી છે. તથા મેટલ ડિટેક્ટર અને લગેજ સ્કેનર બંધ હાલતમાં નજરે ચડયા છે. જ્યારે પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો જીવના જોખમે ટ્રેક ઓળંગતા નજરે ચડ્યા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે મુસાફરોની સુવિધા માટે બનાવેલ ડિલક્સ વેઈટિંગ રૂમ હાલ ધૂળ ખાઈ રહ્યો છે.

