અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉ.ગુજરાત સિવાયના જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે.નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિના પ્રથમ દિવસે નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે
હવામાન વિભાગ આગાહી કરતાં કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. નવસારી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સુરત અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમા હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે દિવસમાં 30થી 40 કિ.મી સુધી પવન ફૂંકાશે
નવરાત્રિના પ્રથમ બે દિવસમાં 30થી 40 કિ.મી સુધી પવન ફૂંકાશે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.આજે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી અને નર્મદામાં ભારે વરસાદ ખાબકી શકે છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

