TOP NEWS : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

0
26
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરાયણના આજના પાવન પર્વે પતંગ રસિકો માટે ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા છે, જેના કારણે પતંગ ચગાવનારાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારથી જ અનુકૂળ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારથી જ છતો પર અને ખુલ્લા મેદાનોમાં રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે. પવન સારો હોવાથી પતંગ ચગાવવામાં ખાસ મજા આવી રહી છે અને ‘લપેટ–લપેટ’ની બૂમો સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.

ઉત્તરાયણના આનંદમાં તલ્લીન

બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ઉત્તરાયણના આનંદમાં તલ્લીન બન્યા છે. ખાસ કરીને પતંગબાજીથી વાતાવરણમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે.

પતંગોત્સવની ધમાલ શરૂ

શહેરના વિવિધ વિસ્તારોમાં સૂર્યોદયથી જ પતંગોત્સવની ધમાલ શરૂ થઈ ગઈ છે. પવન અનુકૂળ રહેતા આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી વધુ રંગીન અને યાદગાર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here