અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનના પાલીમાં મોટો અકસ્માત થયો છે. પાલીમાં રોહટ પોલીસ સ્ટેશન ગાજનગઢ ટ્રોલ પાસે પ્રાઇવેટ બસ અસંતુલિત થઇને પલટી ગઇ. જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

જેસલમેર જતી હતી બસ
આ બસ જૈસલમેર જઇ રહી હતી. ફુલ સ્પીડ હોવાને કારણે અનિયંત્રિત થઇ જતા બસ રસ્તાના કિનારે પલટી ગઇ હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. બાળકો મહિલાઓ અને વડીલો પણ આ બસમાં હતા.
સ્થાનિકો આવ્યા મદદે
પ્રત્યક્ષદર્શીઓ મુજબ ખારડા પાસે એક ટર્ન લેતા સ્પીડમાં બસે નિયંત્રણ ગુમાવી દીધું. પરિણામે બસરસ્તા પરથી ઉતરી ગઇ અને પલટી ગઇ. લોકો બુમાબુમ કરવા લાગ્યા. સ્થાનિકો મદદે દોડી આવ્યા. બે બાળકો જેમની ઉંમર 8 અને 10 વર્ષ કહેવામાં આવી રહી છે તેઓના તો ઘટના સ્થળે જ મોત થયા.

