અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું છે. શનિવારે રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

સૂર સામ્રાજ્ઞી આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન
1943માં પોતાની કારકિર્દી શરૂ કરનાર આશા ભોસલેએ 12 હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં નામના મેળવી હતી. પૌરાણિક ભજનોથી લઈને આધુનિક પોપ સોંગ્સ સુધી, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમના અવાજમાં એવી ખનક હતી કે જે દરેક પેઢીના હૃદયને સ્પર્શી જતી.

આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી.સં
ગીત જગતમાં શોકનું મોજું: મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરથી નિધન
મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. ડૉ. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર(શરીરના વિવિધ અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

