અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ટીવી સીરિયલ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતા કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના મૃત્યુથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ છે. 80 અને 90 ના દાયકામાં પંકજ ધીરે પોતાના અભિનયથી લોકોમાં નામના કેળવી હતી. “મહાભારત” માં કર્ણની ભૂમિકાથી ભજવનારા પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત ફિલ્મ, ટીવી જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહીને અંતિમ વિદાય આપી હતી.

‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવનારા પંકજ ધીરનું નિધન
મહાભારતના તેમના સાથી કલાકારો પણ અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. મહાભારતમાં જયદ્રથની ભૂમિકા ભજવનાર દીપ ઢિલ્લો, સુરેન્દ્ર પાલ (દ્રોણાચાર્ય), ફિરોઝ ખાન (અર્જુન), અને શાહબાઝ ખાન (ચંદ્રકાન્તા ફેમ) પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય, અભિનેતા મુકેશ ઋષિ, બી.એન. તિવારી અને સુશાંત સિંહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સિંગર મીકા સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પંકજ ધીરના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા.
પંકજ ધીર તેમની કારકિર્દી દરમિયાન ઘણા-બધા ફિલ્મો અને ટીવી શૉમાં કામ કર્યું છે. જેમાં તેમણે બાદશાહ, સોલ્જર, સડક અને અન્ય ઘણી લોકપ્રિય ફિલ્મોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમના નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે.

