TOP NEWS : યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

0
13
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મેન્ટેનન્સની કામગીરીને પગલે ગબ્બર રોવ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે ગબ્બર પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે. જેમાં 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે. જ્યારે 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને તંત્રએ નિર્ણય લીધો છે. જોકે, દર્શનાર્થીઓ ગબ્બરના પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here