TOP NEWS : રાજ્યની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

0
26
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીઓને નિશાન બનાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગર, જૂનાગઢ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રોને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

રાજ્યભરની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસોને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં આ બીજી ઘટના છે. સુરત, જૂનાગઢ, રાજકોટ અને ગોધરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સિવાય મોરબી, ભાવનગર, ગોધરા પોસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી છે. વડોદરા પારૂલ યુનિવર્સિટીને મળી ઉડાવી દેવાની મળી ધમકી મળી છે.

ભાવનગર: ભાવનગરની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢ: જૂનાગઢની ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રમાં ASP સહિત SOG અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ છે.
અન્ય શહેરો: સુરત, રાજકોટ, મોરબી અને ગોધરામાં પણ કચેરીઓને એલર્ટ કરી દેવાઈ છે. આ ઉપરાંત વડોદરાની પારૂલ યુનિવર્સિટીને પણ ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હાલમાં તમામ સ્થળોએ તપાસ ચાલુ છે અને સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઈમેલના સોર્સની તપાસ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here