અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરાના કરજણમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે, રેતી ભરેલો ટ્રક રોડની સાઈડના ઘરમાં ઘૂસ્યો છે અને ફુલ સ્પીડમાં આ ટ્રક ઘૂસતા દોડધામ મચી હતી, આ સમગ્ર કેસમાં પોલીસે ગુનો નોંધ્યો અને ટ્રક ચાલકની અટકાયત કરી છે, ઘરની બહાર એક પશુ હતુ તેનું પણ મોત થયું હોવાની વાત સામે આવી છે.

બેકાબૂ ટ્રકની અડફેટે ગૌમાતાનું મોત થયું
વડોદરાના કરજણમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે, કરજણ નારેશ્વર પાલેજ રોડ ઉપર આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, રોડ ઉપર બેકાબૂ બનેલ ટ્રક ઘરમાં ઘૂસી જતા લોકોમાં પણ દોડધામ મચી હતી, અકસ્માતને લઈ સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો અને રોડ ઉપર બેસી રોડ બંધ કરાવ્યો હતો, અવરનાવર રેતીના ધમધમતા વાહનોથી સર્જાય છે અકસ્માત તેવો આક્ષેપ સ્થાનિકોનો છે, સ્થાનિકોનું કહેવુ છે કે, વારંવાર આ રોડ પર અકસ્માત સર્જાતા હોય છે.
3 દિવસ અગાઉ કરજણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
વડોદરાના કરજણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા હતા. કરજણ પાસેના લાકોદરા નજીક 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસ સહિત સ્થાનિક લોકો સ્થળ પર ધસી ગયા હતા. મળેલી માહિતી મુજબ શટડાઉન થઇને રસ્તાની પાસે પાર્ક થયેલી ખાનગી બસ સાથે પાછળથી આવી રહેલી ખાનગી બસ અથડાતા આ અકસ્મનાત સર્જાયો હતો જેમાં 2 વ્યક્તિના મોત થયા છે. ઘાટલોને ટોલ બુથની એમ્બ્યુલન્સ દ્વારા તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

