અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી જુદી જુદી બે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીઝ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલી હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ તેમાં લપેટાઈ હતી. બનાવને પગલે એકત્રિત થયેલા લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો. પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલા ફાયર બ્રિગેડ આવી જતા ટેમ્પાને બચાવી લીધો હતો. ત્યારબાદ બંને કારની આગ કાબુમાં લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સુત્રોએ કહ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ નજરે જોનારા લોકો ના કહેવા પરથી કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાનું મનાય છે.

