અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તેના ઉપર પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક પગલા લઈ બે જણાને ઝડપી પાડ્યા હતા. નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા બે યુવકોએ તેની સાથે વાતચીત કરીને નજીકના મકાનમાં લઈ ગયા હતા.

ત્રણથી ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. સગીરાની બુમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ પરિવારજનોને થતા ટોળા જામ્યા હતા અને પોલીસ ને બોલાવી હતી.
મળતી માહિતી મુજબ ઉપરોક્ત બનાવવા બાદ ફતેગંજ પોલીસ સગીરાને લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને ત્યાં પણ ટોળા જામતા ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જોઈન્ટ પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના અધિકારીઓ કાફલા સાથે આવી જતા સ્થિતિ થાળે પાડી હતી. ઉપરોક્ત બનાવ અંગે ફતેગંજ પોલીસે બળાત્કારનો ગુનો નોધી હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકને દબોચી લીધા છે. બંને યુવકો 19 અને 20 વર્ષના છે. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

