અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરા નજીક એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2ના મોત થયા છે, ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ઘટનાસ્થળે 2ના મોત થયા છે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારનો કચ્ચરઘાણ વળ્યો છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, કાર ચાલક ફુલ સ્પીડમાં ટ્રકની પાછળ ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત
વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની છે જેમાં ફુલ સ્પીડમાં આવી રહેલી કારે ટ્રકની પાછળ અકસ્માત કર્યો હતો અને કારમાં સવાર બે લોકોના મોત થયા છે, પોલીસે હાઈવે પર ટ્રાફિક દૂર કર્યો હતો અને ટ્રક ડ્રાઈવરનું પણ નિવેદન લીધું છે, પોલીસે મૃતદેહની ઓળખ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
અકસ્માતની તીવ્રતા વધુ હોવાથી કારનો કચ્ચરઘાણ
હાઈવે પરથી પસાર થતા લોકો પણ અકસ્માત જોઈને થંભી ગયા હતા અને મદદે લાગ્યા હતા, મૃતદેહને કારમાંથી બહાર કાઢયો છે અને પોલીસ પણ ઘટના સ્થળે છે, વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવવાથી અકસ્માત થતા હોય છે તેવું લોકોને ખબર હોય છે તેમ છત્તા ફુલ સ્પીડમાં વાહન હંકારતા હોય છે અને મોતને ભેટતા હોય છે.

