TOP NEWS : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ

0
73
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા માંજલપુર ટાંકી ખાતે સંપ તથા ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી આવતીકાલે તા.26 ડિસેમ્બરે સવારના પાણી વિતરણ બાદ શરૂ કરવામાં આવશે.

આ કામગીરીના કારણે માંજલપુર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં તે દિવસે સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ આગલા દિવસે તા.27 ડિસેમ્બરે શનિવારે સવારનું પાણી વિતરણ વિલંબથી તેમજ હળવા દબાણ સાથે કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઈ સ્થાનિક રહીશોને જરૂરી પાણીનો સંગ્રહ કરવાની વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે, સફાઈ અને જાળવણીની કામગીરી સરળતાથી અને સમયસર પૂર્ણ થાય તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here