અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનમાં મોટો અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના સિકરમાં ફતેહપુર નજીક જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર રાત્રે 10:45 વાગ્યે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના વતની હતા. આ યાત્રાળુઓ વૈષ્ણોદેવીથી ખાટુ શ્યામજી મંદિરે દર્શને જતા હતા.
અકસ્માત સર્જાતા બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રોડ પર ચિચિયારી ગૂંજી ઉઠી હતી. રોડ પર પસાર થતા વાહનો થંભી ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક બચાવ માટે દોડી ગયા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

