TOP NEWS : 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે આપાતકાલીન સાયરન… જો જો ગભરાઇ ન જતા..

0
7
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જો તમે અમદાવાદમાં રહો છો અને શનિવારે સવારે તમને અચાનક સાયરનનો અવાજ સંભળાય તો ડરવાની જરૂર નથી.. સામાન્ય રીતે આફત કે કોઇ ઇમરજન્સી સ્થિતીથી વાકેફ કરવા માટે સાયરન વગાડવામાં આવતી હોય છે પણ શનિવારે જે સાયરન સંભળાશે તે માત્ર ટેસ્ટિંગના ભાગરૂપે વગાડવામાં આવશે. તો તમને પણ આ સાયરન સંભળાય છે તો આ માત્ર ટ્રાયલ પ્રક્રિયા જ છે તે ના ભૂલતા.. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્રારા શનિવાર 7 માર્ચના રોજ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સાયરન વગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેસ્ટિંગના ભારરૂપે સાયરન વગાડવામાં આવશે. 

શનિવારે કેમ વગાડવામાં આવશે સાયરન ?

અમદાવાદ કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.શેખ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે તંત્રએ નવા આધુનિક સાયરનની ખરીદી કરી છે. નવા ખરીદાયેલા સાયરન કેવી રીતે કામ કરે છે અને સાથે જ તેની અવાજની ક્ષમતા શું છે અને કેટલા લોકો અને વિસ્તારો સુધી પહોંચી શકે છે તે ચકાસવા માટે ટેસ્ટિંગ કરવામાં આવશે. 

સાયરન ક્યાં વગાડવામાં આવશે?

અમદાવાદના લાલદરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં 7 માર્ચ શનિવારે સવારે 8 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધી સાયરન વગાડવામાં આવશે.. હોમગાર્ડઝ ભવન લાલ દરવાજા ખાતે આ બે કલાકમાં અવારનવાર સાયરન વગાડવામાં આવશે.. 

અફવાઓથી રહેજો સાવધાન?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્રારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું છે કે આ સાયરન એ કોઇ દુર્ઘટના કે કટોકટીનો સંકેત નથી પણ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે ભરવામાં આવેલું તકેદારીનું પગલું માત્ર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here