ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા યોજાશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમ આપી શકાશે.
પેસિફિક મહાસાગરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને ત્રીજું એરક્રાફટ્ કેરિયર ‘ફુજિયાન’ તૈયાર કર્યું છે. શનિવારે ચીનની પીએલએ-નેવીએ ફુજિયાનના ઓપરેશનલ ડેમોનો એક વિડિઓ જારી કર્યો હતો. આ જ અઠવાડિયે ચીનના પ્રમુખ શી જિનપિંગની હાજરીમાં ફુજિયાનની કમિશનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ડ્રેગનની સૈન્ય તાકાત વધતાં અમેરિકા ટેન્શનમાં આવી ગયું છે.

ખાસ વાત એ છે કે, ચીનનું આ નવું એરક્રાફ્ટ કેરિયર ઇઈલેક્ટ્રોમેગ્નેટિક કેટપલ્ટ ટેકનોલોજી પર આધારિત છે. અત્યાર સુધી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર યુએસ ગેરાલ્ડ ફોર્ડ-ક્લાસ એરક્રાફ્ટ કેરિયર્સ પર જ થતો હતો. ઈલેક્ટ્રોનિક કેટાપુલ્ટ ટેકનોલોજીમાં એરક્રાફ્ટ કેરિયરના શોર્ટ-રનવે ડેક પરથી વિમાન ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે છે.
ચીને ત્રીજું એરક્રાફટ કેરિયર એવા સમયે તૈયાર કર્યું છે જ્યારે સાઉથ ચાઈના સી માં ફિલિપાઈન્સ સાથે તણાવ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ચીન અને ફિલિપાઈન્સની નૌકાદળો વચ્ચે અનેક વાર હિંસક અથડામણો થઈ છે. ચીનનો આરોપ છે કે ફિલિપાઈન્સ અમેરિકાની ઉશ્કેરણી પર ચીન સાથે સંઘર્ષ કરી રહ્યું છે. સાઉથ ચાઈના સી ની સાથે-સાથે તાઈવાનને લઈને પણ ચીનના તેવર ખૂબ ગરમ છે. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘ચીનના પ્રમુખે મને ખાતરી આપી છે કે તેઓ તાઈવાન પર હુમલો નહીં કરે.’
ચીનનું ત્રીજું એરક્રાફટ કેરિયર ભારત માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ સતત વધી રહી છે. હિંદ મહાસાગરમાં ચીની યુદ્ધ જહાજો, સર્વે વેસલ અને સબમરીન વારંવાર જોવા મળે છે.
તાજેતરમાં જ ઈન્ડિયન નેવીના વાઈસ ચીફ સંજય વાત્સ્યાયને કહ્યું હતું કે, ચીની યુદ્ધ જહાજો હિંદ મહાસાગરમાં પ્રવેશ કરે છે ત્યારથી તેઓ બહાર નીકળે છે ત્યાં સુધી તેના પર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે.ભારત પાસે 2 એરક્રાફટ કેરિયર (INS વિક્રાંત અને વિક્રમાદિત્ય) છે. ભારતીય નેવી ત્રીજા એરક્રાફટની માગ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેને સરકાર તરફથી લીલી ઝંડી નથી મળી.

