TOP NEWS : અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં

0
42
meetarticle

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં લીધી હતી.

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. કોમ્પ્લેક્સ રોડની સાઈડમાં આવેલું હોવાથી, રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સ્થળ પર લોકોની ભીડ જામી હતી અને પસાર થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવશે. જોકે, આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હાલ જાણી શકાયો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here