TOP NEWS : અમરોલી ક્રોસ રોડ પર કચરા ભરેલું ડમ્પર ડિવાઈડર સાથે અથડાયું, ડ્રાઈવર કેબિનમાં ફસાયો!

0
42
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુરત શહેરમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સુરત મહાનગરપાલિકા (SMC)ના કચરાથી ભરેલા એક ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાઇવર ડમ્પરની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર અને પોલીસની મદદ લેવી પડી હતી.

 સુરત શહેરમાં વહેલી સવારે થયો અકસ્માત

આ ઘટના વહેલી સવારે અમરોલી ક્રોસ રોડ પાસેથી પસાર થતી વખતે બની હતી. SMCના કચરા ભરેલા ડમ્પરના ચાલક અનિલ ડમ્પર ચલાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ડમ્પર રસ્તાની બાજુએ આવેલા ડિવાઈડરના સિમેન્ટના થાંભલા સાથે જોરદાર રીતે અથડાયું હતું.

ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો

અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. અથડામણના પગલે ડ્રાઇવર અનિલ ડમ્પરના સ્ટિયરિંગ અને સીટની વચ્ચે દબાઈને કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર અને પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી, કટર અને અન્ય સાધનોની મદદથી ડમ્પરની કેબિનમાં ફસાયેલા ચાલક અનિલને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે, ડ્રાઇવર અનિલને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here