TOP NEWS : દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

0
53
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.

માહિતી અનુસાર યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં આ આગ લાગી હતી. આગની ઘટના મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જેના પગલે અફરાતફરી મચી ગઇ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here