TOP NEWS : શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

0
39
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, શામળાજી-હિંમતનગર હાઈવે પર હિંમતનગરના માથાસુલિયા પાસે કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની માહિતી મળી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here